Monday, 25 March 2019

ગઝલ

ગઝલ – જીવવાની હોય છે.
 
ચુમીને આલિંગવાની  હોય  છે ;
જિંદગી બસ,   જીવવાની   હોય છે .
 
ઘોર નિરાશા મળે   જો  આપને ;
આશની તક ખોલવાની હોય છે .
 
મારીને મન જીતવા મન, આપણે ;
વાસનાને   બાળવાની   હોય   છે.
 
મૌનની  લિપિ  ઉકેલી ,   શબ્દની ;
વાતને પહોંચાડવાની    હોય    છે .
 
મેળવેલું સઘળું પાછું   ખોઈ ને   ;
લાલસા   ઓગાળવાની  હોય   છે .
 
દિલીપ વી ઘાસવાલા
 

No comments:

Post a Comment