ઈશ પર અડીખમ મારો આ વિશ્વાસ ,આજે પણ યથાવત છે,
આ જિંદગી મારી મને લાગે છે ,ઈશ્વરની લખાવટ છે.
તોડે છે ,ફોડે છે અને જોડે છે મારી જિંદગીને ,ને
થાતી કસોટી જિંદગીની ,તે તો ઈશ કેરી સજાવટ છે.
તરછોડી દીધા બાદ હાલત મારી તો ગંભીર થઇ ,ત્યારે
પગભર થયા પળમાં તમે , હું જળસભર
નિત એ તફાવત છે.
દિલ દીધુ ને આપે રમત એને ગણી કેવું રમી લીધું ?
ઘા વળતા ભારે ઝીંક્યા ,જાણે જૂની મુજ સાથે અદાવત છે.
મઝધાર પર વિશ્વાસ આવે છે કિનારાથી વધારે આજ ,
કારણ છે માત્ર એટલું , મઝધારમાં આ ક્યાં મિલાવટ છે?
આધાર માની બેઠા એ તો આ તમારી જિંદગીની ભૂલ ,
પગભર નથી તેથી તને જીવન આ લાગે કે અમાવસ છે.
આ એક સબક જીવનનો કાયમ રાખજે તું યાદ ,કે જીવન ,
તારું છે ,એ ના કોઈ બીજા માટે રમવાની સખાવત છે.
િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
No comments:
Post a Comment