દર્દને તું આપવાનું બંધ કર.
ઓ..ખુદા તું માપવાનું બંધ કર.
જિંદગીને સાંધવી પણ ક્યાં સુધી,
રોજ તું એ કાપવાનું બંધ કર.
બંધ કર તું બંધ કર તું બંધ કર,
સ્વપ્ન હૈયે સ્થાપવાનું બંધ કર.
આ હ્યદય જો કારખાનું થઇ ગયું,
તું વ્યથાઓ છાપવાનું બંધકર.
એક પણ બચ્યો નથી તણખોહવે,
રાખને તું તાપવાનું બંધ કર.
શૈલેષ ચૌહાણ 'વિસ્મય'
ઘોઘંબા પંચમહાલ
No comments:
Post a Comment