Sunday, 12 April 2020

ગઝલ

શબ્દ પણ ખૂટી પડેછે,તોય ગઝલો હું લખુંછું!
ટેરવાં તૂટી પડેછે,તોય   ગઝલો   હું   લખુંછું!

કોઇ બંધન કાયમી ટકતું નથી ઘ‍રમાં રહેલું,
સાંકળો છૂટી પડેછે,તોય ગઝલો હું લખુંછું!

લૂંટનારા સર્વ ચીજો પર ચલાવે લૂંટ અંતે !
જીવને લૂંટી પડે છે,તોય ગઝલો હું લખુંછું!

જીભ ના રોકી શકાશે, જીભ ના ટોકી શકાશે,
વાત હર ફૂટી પડેછે,તોય ગઝલો હું લખુંછું!

હું કલમને કોઈ પણ ભોગે નહીં બદલું કદીયે,
એકડો ઘૂંટી પડે છે,તોય ગઝલો હું લખુંછું.
                                 -જિજ્ઞેશ વાળા

No comments:

Post a Comment