નયનથી છલકતી, એ ધારે, એ ધારે,
અમે જામ પીધો ઇશારે ઇશારે...
થયો એક વેરી પવન આખરેતો,
ચડે છે નશો હર પ્રહારે પ્રહારે...
નશો પ્રેમનો જે ચડાવી રહી છે,
હસી મુખ ઉપરની વધારે વધારે...
જુઓ ડગમગે છે કદમ આ અમારા,
ને કાપી મજલ મેં સહારે સહારે...
ગણે છે મને કોઇ પાગલ ને આશિક,
વગોવે ક્ષિતિજને વિચારે વિચારે...
✍🏻દેવર્ષિ વ્યાસ "ક્ષિતિજ"
M.Sc. Physics M. Phil.
સુરેન્દ્રનગર, ગુજરાત
૭૮૭૮૩૬૦૦૨૫
No comments:
Post a Comment