Wednesday, 15 April 2020

ગઝલ

*શબ્દ-ઈબાદત.

*મૌન વાણીથી ઈજાજત લઈ લે.
*દિલોનાં દ્વારેથી ઈનાયત કરી લે.

*અઢળક રચનાઓ રચી છે તમે,
*શબ્દોની સંગાથે શરારત કરી લે.

*ખ્વાબોમાં ખોવાઈ ગયા છો તમે,
*કિસ્મત સહારે  નજાકત કરી લે.

*બહુ ભજન કરી લીધાં તમે હવે,
*ભગવાન સાથે મુલાકાત કરી લે.

*એકસરખું રોકાણ મુડીમાં ભારે,
*મુદત પાડીને તું અમાનત કરી લે.

*કેટલીય તારીખો પડી અદાલતમાં,
*વકીલને મળીને  જમાનત કરી લે.

*વિદ્રોહનો વંટોળ ઉડ્યો બહુ આ,
*સભામાં બેસીને  શરાફત કરી લે.

*મલતું નથી સરનામું તારૂ ક્યારથી,
*ચારે તરફ ફરી  તહેકીકાત કરી લે.

*દિનેશ,પ્રાર્થનાથી પરહેજ ન હોય,
*ખુદાની રહેમતથી ઈબાદત કરી લે.

*દિનેશ સોની,*
*રાપર કચ્છ,*
*તા.15/04/20.*

No comments:

Post a Comment