*દરદમાં અમારે*
લગાગા/4
હું ધડકું છું દિલમાં તમારા સહારે,
વળી મન ભમે છે તમારા વિચારે.
રડ્યા રણ ભરીને, હસ્યાં ખોબલામાં,
નથી હારવુ બસ દરદમાં અમારે.
જગતનાં વમળમાં અમે પણ ફસાયા,
હશે ભાગ્યમાં તો મળીશું કિનારે.
હૃદયનાં અમે દ્વાર ખોલ્યા હસીને,
હવે શું પ્રભુ આવવાનું નકારે?
ખરો સૂર છેડો પ્રણયનો બરાબર,
પછી કાન સરવા થશે છાશવારે.
રહ્યા જાગતા રાતભર એ વિચારે,
કિરણ આશની ફૂટશે જો સવારે!
અરે, 'નેહ' દુનિયાનું સગપણ છે કાચું,
જુઓ માનવી માનવી થીજ હારે.
– વંદના બ્રહ્મભટ્ટ. "નેહ"
12/4/'20
No comments:
Post a Comment