Wednesday, 15 April 2020

ગઝલ

'જરા પ્રસારે' (ગઝલ)

હતું કહેવા જેવું ઘણું, જો કે મારે!
'તું શું કહેશે?' અટકી ગયો એ વિચારે!

કરી તું શકે છે બધાં સપનાં સાકાર!
જો ઉત્કટ રીતે એવું તું મનમાં ધારે!

મળે એટલું, જે છે બસ, મારા હક્કનું!
નથી જોઈતું મારે કંઈ પણ વધારે!

બધું મેં કહી દીધું છે એકી શ્વાસે!
કહે, જે હવે કહેવું પણ હોય તારે!

તું જો ખેંચી લેશે તો શું થાય મારું?
હું ઊભો છું આજે તો તારા સહારે!

ઘણાં કાપવા માટે તૈયાર બેઠાં!
જરા પાંખ તું તારી જેવી પ્રસારે!

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment