Wednesday, 15 April 2020

ગઝલ

શામ સલુણા રંગો લઈને ગઝલ કહે કોઈ;
આંખોમાં મોતીયન સી માલા અસલ વસે કોઈ!

સાંજ પડે ને એકલ એકલ મૌન ગ્રહી લઉં એવું---
ભીતર બાહર ના ઊતરે એ અમલ ભરે કોઈ  !

પડછાયો પણ થાય અહીંયા જળરેખા સમ લાંબો;
જલપરીઓને જળમાં દેખી તરલ બને કોઈ  !

સાંધ્યઆરતી સમય થયો કે ઘંટારવ સમ બાઝે--
ધીનો દીવો ઝળહળ ઝળહળ  સકલ બળે કોઈ !

મૃણમયી ધરતી અંધારાને એમ ગળે વળગાડે--
અભિસારિકાને પથ નમણો અચલ જડે કોઈ  !
19:15        -------ગુણવંત ઉપાધ્યાય
12042018

No comments:

Post a Comment