Saturday, 11 April 2020

ગઝલ

કોઇના ઘરમાં હજી પણ ડાકલાં વાગ્યા કરે છે,
ના નથી આવેલ સમજણ,ડાકલાં વાગ્યા કરે છે.

સર્વ ભૂવા માંડવે  ભેગા થયા છે એક સાથે,
કાઢશે નક્કી તે ડાકણ,ડાકલાં વાગ્યા કરે છે.

ગાઢ અંધારે ઊગાડી સૂર્યને રસ્તા વચાળે,
મૂકવા જાવાનું કારણ, ડાકલાં વાગ્યા કરે છે.

નાતને કરિયાતના દુ:ખો બધાયે દૂર થાશે,
શોધશે એવું જ તારણ, ડાકલાં વાગ્યા કરે છે.

દેવ જાગ્રત થાય એવી આશમાં ને આશમાં લ્યો,
ઊંઘવા લાગી છે પાંપણ, ડાકલાં વાગ્યા કરે છે.
                                       -જિજ્ઞેશ વાળા

No comments:

Post a Comment