Saturday, 11 April 2020

ગઝલ

અહીં  ક્યાંય સત્ય શોધાઈ રહ્યું છે ?
બધે  એવું   જ   પૂછાઈ  રહ્યું   છે !

ન  સમજાઈ  કે  સંભળાઈ  રહ્યું છે
ફકતને   ફક્ત   બોલાઈ   રહ્યું    છે !

અહીં   અજવાળું   ફેલાઈ  રહ્યું  છે !
અહીં   અંધારું   સંતાઈ   રહ્યું   છે !

તને    હું    એમ   ભેટું   છું   હમેશાં
હવાને   જેમ    ભેટાઈ    રહ્યું    છે !

તમે    તરવાને   આવ્યા'તા  અહીંયા
ને  અચરજ એ  કે  ડૂબાઈ  રહ્યું  છે !

ભરત ભટ્ટ

No comments:

Post a Comment