Saturday, 11 April 2020

ગઝલ

કાયમી વાંધા ને વચકાં આપણે!
કૈક ડૂમા, કૈંક   ડૂસકાં આપણે!

વટ હતો તે પણ ગયો છે ઓગળી,
ચોતરફ પાડેલ ધ્રુસકાં આપણે!

આપણું ઘર માત્ર ખુલ્લુ આભ છે,
ને ઉઠાવેલા આ બચકાં આપણે.

આંસુના દરિયા ભરી બેઠા છીએ,
તોય પણ માર્યા છે મસકાં આપણે.

શક્ય છે કે કોઈના કાને પડે,
શબ્દમાં લીધેલ વડકાં આપણે.
                         -જિજ્ઞેશ વાળા

No comments:

Post a Comment