હદથી ઝાઝું ન દ્હાડ મારામાં
મૌન થઈ ગઈ છે ત્રાડ મારામાં
તું હતી જ્યારે આ તળેટીમાં
ત્યારથી છે પહાડ મારામાં
कूंપળો ફૂટી કદી નથી શકતી
એવું ઊગ્યું છે ઝાડ મારામાં
આપમેળે ખૂલે હવા સાથે
આ સ્મરણના કમાડ મારામાં
ધોઈ શકશે સળંગ સપનાઓ ?
મનની ધોબીપછાડ મારામાં !
सांढणीओ ઝૂકે છે ઈચ્છાની
જાણે હો મારવાડ મારામાં !
સંતને મન ભજન શબદનું,પણ
સંત પાડે છે ધાડ મારામાં !
હું સહજ ને સળંગ જીવું પણ
તું જ પાડે તિરાડ મારામાં !
કોણ ચૂવે છે आंखथी ,કહીને
તું મૂકે છે અષાડ મારામાં !
ભરત ભટ્ટ
No comments:
Post a Comment