Wednesday, 15 April 2020

ગઝલ

_*વ્યંગ ગઝલ*_ 

_નેતાઓ !_

_દેશની  આન-બાન  ખાઈ  ગયાં_
_સેવકો   સંવિધાન  ખાઈ  ગયાં !_

_લોકના કાપીને  કાન ખાઈ  ગયાં_
_એ  સ્વયંની  જબાન ખાઈ ગયાં !_

_ગ્રંથ,  ગીતા, કુરાન  ખાઈ  ગયાં_
_કાગડાઓ   ગનાન  ખાઈ  ગયાં !_

  _માત્ર   ખુરશી   બનાવવા   માટે_
_જંગલો- ઝાડ  પાન  ખાઈ ગયાં !_

_ક્યાંક   છીનવાઈ   રંકની  રોજી_
_ક્યાંક ધનેડાઓ ધાન ખાઈ ગયાં !_

_પેટ    આકાશ   જેમ     ફેલાવી_
_આખેઆખા વિમાન ખાઈ ગયાં !_

_એટલું   ऐंठ -जूठ  ઓક્યા  કે,_
_સત્ય  નામોનિશાન ખાઈ ગયાં !_

       _ભરત ભટ્ટ_

No comments:

Post a Comment