Monday, 19 September 2016

ગઝલ

અને કવિતા...!!
------:-----
કવિ છું હું-
મારી કોઇ ક્ષણ- અલ્પજીવી નથી.
મારી સફર
કિલોમીટર માં કેદ નથી
હું ચાલું છું-
વિહંગ ના વિશ્વાસ થી
નભ ના નાભિશ્વાસ થી.
અભિશપ્ત નથી
અવ્યકત અવ્યાપક છું
એટલે જ કદાચ
પર્યાપ્ત પણ છું.
મને ગમે છે
તરણા ની ત્વચા
કોઇ ઝરણા ની ૠચા
મને ડંખે છે
વૣક્ષ ની વ્યથા
મારા માં શ્વસે છે
કેટલીય મુંગી કથા..
હું સમય ને પડકારું છું
પળ ને પ્રભાવિત કરું છું
ક્ષણો ને શણગારું છું
એટલે કે
મને જ વિસ્તારું છું.
હું ક્ષણો ને જીવાડું છું-
ક્ષણજીવી હરગીજ નથી
હું કવિ છું
કોઇપણ ક્ષણે અલ્પજીવી નથી!!
             
                          *રમેશ ઠકકર

No comments:

Post a Comment