ન દિલમાં વસાવો, કહું શું હું તમને!
નજર ના ઉઠાવો, કહું શું હું તમને!
તમારા હું તો સપનાં જોતી રહું છું,
ન પૂરાં કરાવો, કહું શું હું તમને?
મને દૂર બસ, ક્યાંક જાવું અહીંથી,
કશે લઈ ન જાવો, કહું શું હું તમને?
વીતી એ ઉદાસી ભરી સાંજ આખી,
સમયસર ના આવો, કહું શું હું તમને?
કર્યું આ જીવન મેં તો તમને જ અર્પણ!
ન મારા જ થાવો, કહું શું હું તમને?
હું ખોવાઈ જાતી તમારામાં, મુજમાં
ન કંઈ રસ બતાવો, કહું શું હું તમને?
તમારા તરફથી મળ્યા છે છતાં પણ,
એ જખ્મો ગણાવો, કહું શું હું તમને?
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment