કાં જૂઠ્ઠો ? કાં સાચો મન..વા.
બદલો જૂનો ઢાંચો મન..વા.
મેલું ઘેલું મનડું લાગે ,
સાફ કરો મન ખાંચો મન..વા.
અસ્તર બદલો ,વસ્તર બદલો,
બદલો જીવન ઢાંચો મન..વા.
પળ...પળ..કોઈ નોબત વાગે,
તા..તા..થૈ..થૈ...નાચો મન..વા.
ઍ જ કતારે તું ઊભો છે ,
જ્યાં નૈ ચાલે લાંચો મન..વા.
લઈ ને છીણી હાથ હથોડી ,
જાત સ્વયમ્ ની ટાંચો મન..વા.
જીવન આખ્ખુ ઍમ જ વિત્યું ,
કૈક હવે તો વાંચો મન..વા.
શૈલેશ ચૌહાણ " વિસ્મય "
No comments:
Post a Comment