Wednesday, 14 September 2016

ગઝલ

કોઇનો પાલવ અડે તો શું કરો?
ને ત્વચા વચ્ચે નડે તો શું કરો?

સાવ મુંગા હોય દ્રશ્યો આંખમાં,
તે છતાં પડઘા પડે તો શું કરો?

હોય ચર્ચા જેની ચૌદે લોકમાં,
નથડી એ તમને જડે તો શું કરો?

કોઇ દી’ નડતો નથી જે કોઇ ને,
એ જ જણ તમને નડે તો શું કરો?

આંખની જાહોજલાલી વેચવા,
પાંપણો બેસે થડે તો શું કરો?

-માધવ આસ્તિક

No comments:

Post a Comment