પલ
દર્દની પણ એ દિવસથી વાટ લાગી,
આંખ રડવા સાવ હૈયાફાટ લાગી !
એક ભીનો સ્પર્શ મેં સપને સજાવ્યો,
સમ તમારાં જિંદગી ઝન્નાટ લાગી !
ઓસનાં ઓસડ બનાવી ફૂલ બોલ્યાં:
સ્હેજ લુખ્ખી પણ હવા સર્રાટ લાગી.
બમ્પ જેવી એક-બે ઘાતો હટાવી,
ને પછીથી જિંદગી પુરપાટ લાગી.
ર્થીગડું લાગ્યું નહીં ને સોય ભાંગી,
મુશ્કિલો પણ યાર હાથ-વણાંટ લાગી.
સી.એમ. સરકાર 'આલાપ'
No comments:
Post a Comment