ઝરણું ...
ઢગલો કરેલો પત્થર
દેખાતી આંખ અને થોડી હલચલ
દબાતો અવાજ
ભૂખ અને ભરપેટ અન્નકૂટ બહાર
ઓટલો જાણે પિરસેલો થાળ
લીંમડે મીઠી ડાળ
હિંડોળે વાયરો
જરજર ઝરતું ઝરણું
ડૂંગરે-ડૂગરે પડાવ કરતો માહોલ
આવતું-જાતુ કોણે ગાયેલું આ ગીત?
ઘરતીનું ખડખડતું સંગીત હોય
જાણે મંદિરના પગથીયે પ્રસાદની
લહાણી અને આ ઝરણાની વાણી
આખેઆખી ઝાલર અને જળ-જળતો ઘુઘરી ટાકેલો પાલવ જાણે આકાશી દર્પન રૂડા આંગણે,
પાથરેલા આ પાથરણા અને ટોળા
ફરતા પ્રવાસ સાથે ઝરણું
નિરંતર પ્રવાસી લહેર..
પત્થર નીચે-ધીમો અવાજ
ફૂટે એક પ્રવાહ
જયારે વહેતું સમતલ
સાથે ફેલાતું તરણું
ઊંચે ડૂંગરે નમણું ધજાળું લાગે ગામ
એક ઝરણું જાણે રેલાતું નામ
સફેદી-સ્વેત રંગી આરપાર
જીવન રથ જળજળ
ગાતુ સૂરીલું ગીત.....!
જાગૃતિ મારૂ મહુવા 'જાગુ'
No comments:
Post a Comment