Friday, 21 October 2016

ગઝલ

#પલ (હૃદયનો સીધો અનુવાદ)

હાથમાં દીવો જલાવીને હવાનું ધ્યાન કરવું,
પ્રેમ યાને જીવ બાળીને જફાનું ધ્યાન કરવું.

દોરડાંને સાપ માની જીવવાનું નામ જલસા,
જાતને ઉલ્લુ બનાવીને 'મજા'નું ધ્યાન કરવું.

ફાસલો કે ફાંસલો મારે બધુંયે એક સરખું,
શ્વાસ બે અળગા કરી ખાલી જગાનું ધ્યાન કરવું.

રાતભરનું જાગરણ, બે-ચાર સપના, યાદ તારી,
કેટલો જલસો પડે કે આ બધાનું ધ્યાન કરવું !

એક ઊંડી હાય લઈ બેસી રહો *આલાપ* મનમાં,
એ ન ફાવે તો કરેલાં વાયદાનું ધ્યાન કરવું.

આલાપ
CM_Sarkaar

No comments:

Post a Comment