વાત છે
પૂછે તો કહું આંખો ચાર થયા ની વાત છે.
સપના આંખથી ફરાર થયા ની વાત છે,
માણસ મટી ઈશ્વર થવું સ્વીકાર્ય રહ્યું બધે,
આગળ ઈશ્વરમાંથી પત્થર થયા ની વાત છે.
વધાવે,ઉચકે જો વાત સાથે ચાલવાની હોય,
ખેચે,ખુંદે જો રિવાજોની પાર થયા ની વાત છે.
ગામનો ચંદુ, તળાવ ને ભુલાયેલો ભૂતકાળ,
બસ આમ સપનાનું શહેર થયા ની વાત છે.
ક્યાંકનો કોહ્વાયેલ કોથળો છે ધરતીનું પાથરણ,
કોઈ ને મન આ બધું ઘર થયા ની વાત છે.
---- જનાર્દન દવે
---- મોરબી
No comments:
Post a Comment