Tuesday, 11 October 2016

અછાંદસ

રસ્તા સાંકળાને

જો,
કૂંડાળાં દીધાં
સાવ સરળગતાં,
રસ્તા ઊભા આડા
ચીધાંણા ધર ઢાકણાં
આડોશપાડોશ હોય ભેળા
ભણી ભૂગોળની વેળા
યૌવન આંગણે ટકોરા મારે
લઈ વાટુની વાટ સળગે
ચોકમાં થાયેલ હાટ વળગે
ધાટ ઠંમકારી શોધ સવવળે
કૂમળો છોડ ઊગે કયારામાં
ભાળે મોટું આભ ઊંચે
સંભાળ માળી તું આ કોર
આજુ-બાજુની શૂળ ખૂંચે
કળી કૂમળી માળો મેહકે
ગોતે જાણે ભૂલ
આડા મારગ અળખામણા
ખોદાણા ખૂબ સાંકળા અને
આપણે જાવું ઓ પાર.....

જાગૃતિ મારૂ મહુવા

No comments:

Post a Comment