Tuesday, 11 October 2016

ગઝલ

....
       મારા  સરવાળામાં આવ્યું નહિ,
       કોણ અહીં  ખુદને  લાવ્યું નહિં ?

       હું  તો  તારા  ઘર  સામે આવ્યો,
       પણ  તે  ઘરમાંથી  ડોકાવ્યું નહિ.

       તડપી  તડપી  ઇચ્છાઓ  મરતી,
       ને અંત સુધી આ મન ફાવ્યું નહિં.
 
        અંધારું    જાવું    જાવું    કરતું,
       તારા   અંતરને   સળગાવ્યું   નહિં.

       ને  ઝાકળ  નીકળ્યું  એવું  'ઉસ્તાદ'
       એકે   પંખીને  જળ  પાવ્યું  નહિં.

                 -કૌશિક પરમાર 'ઉસ્તાદ'

No comments:

Post a Comment