Tuesday, 11 October 2016

ગીત

કવિને જન્મદિને વંદન સહ..

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ,
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ.

વણગૂંથ્યા કેશ અને અણ આંજી આંખડી
કે ખાલી બેડાંની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાત
એક મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે, કુંજ ગલી પૂછે છે  :
કેમ અલી ! ક્યાં ગઈ'તી આમ ?
રાધાનું નામ તમે....

કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ ?
એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ
જો કે લોકોની પાંખડીઓ બંધ.
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ.
રાધાનું નામ તમે...

-સુરેશ દલાલ

No comments:

Post a Comment