જોઈ તારી આંખ માં લાગે મને તો નૂર છે,
કેદ તારી આંખ માં પણ થવુ મને મંજૂર છે.
રાત ભર આ આંખડી સુતી નથી તારા વગર,
છો ભલે તું આંખ માં પણ તોય મુજ થી દૂર છે.
આ જગત ની ભીડ માં પણ સાથ તો કોઈ નથી,
સૌ ફક્ત બસ ખુદ ની વાતો મહીં ચકચૂર છે.
લોક લજ્જા ને મિટાવી જે અહીં તો છે ફરે,
એજ તો દુનિયા મહીં જો આજ તો મશહૂર છે.
આજ પક્ષીઓ અહીં કલરવ હવે કરતા થયા,
ઝાડ મારા આંગણે વાવ્યા તો મેં ભરપૂર છે.
એજ નખરાળી અને જો એજ છે પ્રેમાળ પણ,
પ્રેમ હું એને કરું છું એટલે મગરૂર છે.
એ બધું છોડી ને આવી એજ કારણ થી ફક્ત,
"મિત્ર" એની માંગ માં તુજ નામ નું સિંદૂર છે.
રાકેશ રાઠોડ "મિત્ર"
Sunday, 2 October 2016
ગઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment