Sunday, 2 October 2016

ગઝલ

નથી એના કને એકાદ એવો યે સહારો પણ*
આતમબળેથી હા, બન્યો  છે એ સિતારો પણ!

નસીબે છે તે પડકારી, કરી મારગ જીવી જાશું,
હરીનેય થાય કે બાંધ્યો છે સંસારે મિનારો પણ!

સહી લેવું,ગ્રહી લેવું એ જીવનમંત્ર સાધ્યો છે,
છતાંય ના વળું પાછી, મેં વળ્યાં છે પ્રહારો પણ!

ભૂકંપે જો ગયાં ઉગરી, દઈને મોતનેય  તાળી,
હવે જો મૃત્યુ આવે તો, દઉં એનેય સહારો પણ!

કરી ભક્તિ, સતત તારી, કે અરજી "મસ્ત"ની એવી,
હરી,આવુંય ખરી ને મારું બ્હ્માંડે લટારો  પણ!

     હેમા ઠક્કર "મસ્ત"

No comments:

Post a Comment