Sunday, 2 October 2016

ગઝલ

કિસ્મત સાથે તારું મળવું,
મંઝિલ થઇ ભવ સાગર તરવું

મારે પણ ઝળહળવું થોડું,*
મારે  ખુદને સાબિત કરવું.

શબ્દો ઊછીનાં આપો ને!
કાગળ પર દિલ મારું લખવું.

આંખોને સંભાળી લીધી,
તારી સાથે મારે હસવું.

રાજા રાણીની વાર્તા ને,
ઘર ઘર પાછા મારે રમવું.

રસ્તો શોધ્યા કરુ જોગી દઇ,
ક્યાં લગ આ વન વન ભમવું?

આપી શબ્દોને 'આભાસ'
હાલો કાલે પાછા ફરવું.

-આભાસ

No comments:

Post a Comment