Sunday, 2 October 2016

છંદ

દોમળીયો છંદ -

નમો વિશ ભુજાળીયું જોમ જોરાળીયું આભ કપાળીયું ચારણીયું,,
વ્રણ ચારણ બાળીયું રમત ન્યાળીયું દેતીય તાળીયું જોગણીયું,
નવ ખંડ નેજાળીયું ભોમ ઉજાળીયું ભાળીયું ચાચર ચોક સમે,
બિરદાળીયું જોત જોરાળીયું દેવીયું લોબડીયાળીયું રાસ રમે,
જીય લોબડીયાળીયું રાસ રમે.
                                  
ઢમ ઢોલ ધડુકાય આભ કડુકાય દિગ ભડુકાય તેહ સમે,
દરીયા હુસળુકાય ભોમ ભ્રળુકાય પાવ પ્રળુકાય તાલહમે,
ઝંઝ જોર ઝ્રણુકાય ગેબ ગ્રણુકાય દિપ દ્રણુકાય અંકસમેં,
બિરદાળીયું જોત જોરાળીયું દેવીયું લોબડીયાળીયું રાસ રમે.જીય લોબડીયાળીયું રાસ રમે
                                 
હત તાળ હળળળ ભોમ ધળળળળ આભ ગળળળ નાદ થીયો,
દધી નીર દળળળળ શેષ સળળળળ કોલ કળળળળ હોત બીયો,
દળ દાનવ ધૃજત કાંપ થરરરર થીર નહી હીય ભાગ ભમે,
બિરદાળીયું જોત જોરાળીયું દેવીયું લોબડીયાળીયું રાસ રમે.

  ચમન ગજ્જર

No comments:

Post a Comment