Sunday, 2 October 2016

ગઝલ

પવન નહીં, તોફાન નહીં, ઝંઝાવાત જોઈએ.
પ્રેમ કરવાની નહીં, નિભાવાની તાકાત જોઈએ.

સોળે શણગાર સજી ભલે ફરતા હો તમે,
આંખ ક્યાંય ના નમે,એવી ઔકાત જોઈએ.

સાથે જીવવું જો હોય તો, મરવું પણ પડે.
સ્વાર્થ જેવી વસ્તુ પ્રેમ માં બાકાત જોઈએ.

રાધા ને મીરાં ના ઉપનામ જોઈએ છે, તારે
તારા સમર્પણ માં એવી લાયકાત જોઈએ.

ટુકડે-ટુકડે મરવાની તો જૂની આદત છે, મને
એક ઝાટકે મરે,"વિપુલ" એવો આઘાત જોઈએ.

વિપુલ બોરીસા

No comments:

Post a Comment