Thursday, 20 October 2016

ગઝલ

તરહિ ગઝલ

હોય એનાથી વધારે ક્યાં સુધી લખવું કહો,*
લાગણી કેરા સહારે ક્યાં સુધી લખવું કહો.

સાથ પામીને પવનનો આભ માથે ગાજતા,
કોરી યાદોના નજારે ક્યાં સુધી લખવું કહો.

ડૂબતો જોયા કરું છું રોજ સાંજે સૂર્યને,
રાતના કોરા ઈશારે ક્યાં સુધી લખવું કહો.

પામવાની રીત આજે ત્યાગથી શોભી ઉઠી,
એકલો બન્ને કિનારે,ક્યાં સુધી લખવું કહો.

બુંદ જોઇ ઓશનાં ફૂલો કહે છે બાગને,
એક પળ કેરી બહારે ક્યાં સુધી લખવું કહો.

હાર્દ

No comments:

Post a Comment