Tuesday, 11 October 2016

ગઝલ


             ધરમ ધારણ કર

દુર્લભદેહ મળ્યો મનવા તને ધરમ ધારણ કર,
યોગભૂમિનો અવતારી સનાતન મરમ ધારણ કર.

વિવેક,અહિંસા,સત્યનો પૂજારી રહેજે કાયમ તું,
ઈર્ષા,દ્રેષ,કપટ,વેરઝેર છોડી મન નરમ ધારણ કર.

અવતારમાં ઈશ્વર આચરણ સમજીને ચાલ મનવા,
અભ્રદ્રભાવ અભિમાન છોડવા તું શરમ ધારણ કર.

શ્રેષ્ઠતમ માનવધર્મ છે,કળિયુગમાં તે ના ભુલાય,
હરિવરનો હાથ પકડીને તું લક્ષ ચરમ ધારણ કર.

વિશ્વમાં 'અઝીઝ' પ્રેમસેતુ બાંધવા તપ,યોગ કર,
ભક્તિભાવથી સ્વર્ગ સીડી ચડવા પરમ ધારણ કર.

                    ભાટી એન. 'અઝીઝ'

No comments:

Post a Comment