Tuesday, 11 October 2016

ગઝલ

ક્યારેક  તો

આ ગઝલ લખતી હું પણ ફરિયાદમાં ક્યારેક તો,
કેમ ના આવ્યો ભલા વરસાદમાં ક્યારેક તો?

સાંજ ઢળતી જાય છે ને રાહ હું જોયા કરું,
પાંપણો  છલકાય  છે ઉન્માદમાં  ક્યારેક તો .

મૌન રહીને થાય છે  પંખી ધણાં ઘાયલ સનમ,
પ્રેમની કર વાત તું સંવાદમાં ક્યારેક તો !

રાતભર જોયા  કરું શમણાં હું તારા એટલે,
આવ સામે, જોઇએ ના યાદમાં  ક્યારેક તો.

જિંદગીથી ખુશ છું તોયે સદા લાગ્યા કરે,
કો’ક ખેંચી જાય છે વિખવાદમાં ક્યારેક તો.  

      નીતા પટેલ 
  

No comments:

Post a Comment