Saturday, 22 October 2016

ગઝલ

અમૂલું છે..એક ગઝલ...

સાવ ગભરું છતાં બળૂકું છે,
લાગણીનું ખળું વછૂટુંછે.

ઝેર આકંઠ પી ગઈ મીરા,
પ્રેમનું દર્દ તો અમૂલું છે.

કેમ ખામોશ છે દિલાસાઓ?
હુંફનું  હીબકું  અટૂલું છે.

વૃક્ષ પાસે કસબ છે લીલપનો,
દૃશ્ય વરસાદનું સલૂણું છે.

સાઝનો કંઠ સૂરતામાં છે,
સૂર બદલાય તો બસૂરું છે.

                ડો.પરેશ સોલંકી.

No comments:

Post a Comment