Monday, 10 October 2016

ગઝલ

કેવું લાગે બોલો...

ઇંટે  ખગ સૌ માળા બાંધે, કેવું લાગે બોલો.
ભીંતો  વચ્ચે  ટોળું બાજે, કેવું લાગે બોલો.

આડું-અવળું, વાંકું-ચૂંકું  ડોબું  હાલે ઓલું,
માણહ કાયમ ઉંધો હાલે, કેવું લાગે બોલો.

લેપો લાપી તાજા- તાજા ચ્હેરા ચમકે ખાલી,
મન પર ઈર્ષ્યા ફોલ્લી વાવે,કેવું લાગે બોલો.

ઇચ્છાનો ગઢ જોવો,જાણે વાવેતર નો ઢગલો,
પ્હાડો ખોદી  ઉંદર  કાઢે, કેવું લાગે બોલો.

દોડી - દોડી કેવાં હાંફે, શમણાં  છાનાં-માના,
આંખો બાંધી તાળા રાખે,કેવું લાગે બોલો.

શોધક એ સઘળી ભૂલોનો,વાતો કરતો મોટી,
ખુદની ભૂલો ઓગાળી ચાલે, કેવું લાગે બોલો.

'જ્ન્નત' અર્પી ઊંડા ઊતારે મીઠી બોલી મારી,
ટાણું બદલે  વાર્તા  માંડે,  કેવું લાગે બોલો.

-જ્ન્નત
પિનલ સતાપરા

No comments:

Post a Comment