Monday, 10 October 2016

ગઝલ

ઘનઘોર આ વરસાદમાં પલળાવશે ક્યારેક તો,
છુપાઇને મનમોર પણ ગ્હેકાવશે કયારેક તો...

વાગ્યાં કરે કેવો મને ફોરો,ભૂલાવે ભાન પણ,
આલિંગનો દઇ વીજળી ચમકાવશે ક્યારેક તો...

જો શક્યતાનાં વર્તુળો ત્રિજ્યા લઈ ઘુમ્યા કરે,
સંવેદના લઇ કેન્દ્રમાં છલકાવશે ક્યારેક તો...

જયાં હસ્તરેખાઓ મળી ના હોય એવી આપણી,
રેખા નવી લઇ હાથમાં ટપકાવશે કયારેક તો...

કલરવ કરે પંખી ખુશી પ્રગટાવતા ચોમેર પણ,
રણઝણ કરી એ ઝાંઝરી ઝણકાવશે ક્યારેક તો...

પૂર્ણિમા ભટ્ટ. "તૃષા"

No comments:

Post a Comment