Monday, 10 October 2016

ગઝલ


  ગઝલતો આ હું લખું છું  યાદમાં  કયારેક તો,
આવશે ધોડે  સવાર એ  ભરમમાં   ક્યારેક તો .
 
રાહ  ઢળતી સાંજમાં જોયા કરું  ક્યારેક તો ,
પાંપણૉ  રેલાય  છે જો  પ્રિતમાં  ક્યારેક તો .

થાય છે  પંખી ધણાં ઘાયલ પ્રણયમાં કયારેક તો ,
અે ખબર કંઈક નથી ,મળશું પ્રણયમાં ક્યારેક તો .

દૂરથી  જોયા  કરું શમણાં આંખમાં  ક્યારેક તો ,
થાય છે આજે  અહેસાસો હદયમાં  ક્યારેક તો .
  
ખોલ  તું બારી  પ્રેમની   હાથમાં  કયારેક તો ,
આજ ભવમાં ભવ તરી છું  સાથમાં કયારેક તો.

          "નીતા પટેલ  "

No comments:

Post a Comment