Monday, 10 October 2016

ગઝલ

એવી એની મહેરબાની થઈ ગઈ
આપણી ઝોળીજ ખાલી થઈ ગઈ

તારા દીવાનાનું ઘર આબાદ છે
આખી દૂનિયા ધૂળધાણી થઈ ગઈ

જ્યાં સુકાવા નાંખી એણે ઓઢણી
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ

એક મુલકમાં એક વાર એવું થયું
ક્રિસમસ ઈદ ને ઈદ દિવાળી થઈ ગઈ

આપણે ખાતે અઢી અક્ષર જમા
કેટલી જાહોજલાલી થઈ ગઈ

અન્ય રંગો ક્યાં ગઝલમાં શક્ય છે
જ્યાં અદમ ભાષાજ ભગવી થઈ ગઈ

: 'અદમ' ટંકારવી

No comments:

Post a Comment