Monday, 10 October 2016

ગઝલ

*~*~ચાહવાની હોયછે ~*~*

જિંદગીને જાણવાની હોયછે
એક ઈચ્છા રાખવાની હોયછે

ખીલતી ને મુરઝાતી જિંદગી
હરદશાને ચાહવાની હોયછે

કેમ આવું થાય સાચા પ્રેમ માં
આશના ને મારવાની હોયછે

રેસ જીવનની વળાંકો હરઘડી
જ્યાં વળે ત્યાં વાળવાની હોયછે

ધુપ છાંવો થી ભરેલી જિંદગી
છેવટે એ ચાલવાની હોયછે

ના કદી ,ક્યારે ફરિયાદો કરી
જિંદગીને માણવાની હોયછે

આજ મારે ટોચ પર ચઢવું રહ્યું
એક ઈચ્છા આંબવાની હોયછે

ભારતી ગડા ...

No comments:

Post a Comment