પલ
કેટલી કરશો હજી અગ્નિ પરીક્ષા ?
દોડવાનાં નામ પર પગની પરીક્ષા ?
હાંફ ચડતો જાય છે અંધારને પણ,
વાયરો કરતો રહ્યો શગની પરીક્ષા !
કાયમી કોરી કથા છે જિંદગાની,
રોજ દુખતી આપણી રગની પરીક્ષા.
તું વહે છે રક્તવત્ મારાં હૃદયમાં,
રોજ તારા નામ પર રગની પરીક્ષા.
સૂર્ય થાવું એટલું સ્હેલું હવે ક્યાં ?
પાસ કરવી રોજ ઝગમગની પરીક્ષા.
આલાપ
No comments:
Post a Comment