Monday, 10 October 2016

ગઝલ

પ્રાર્થના એ તો સાંભળશે ક્યારેક તો,
આ જીવન તારું બદલાશે ક્યારેક તો!

બસ, બધું સાવ ભૂલાશે ક્યારેક તો,
ભૂલીને  થોડું જીવાશે  ક્યારેક તો !

શોધતા જે રહ્યા જિંદગી ભર અમે,
ઉત્તરો સઘળા સમજાશે ક્યારેક તો! 

ક્યાં સુધી રોકીને રાખશો એને તો?
બંધ આંખોના છલકાશે ક્યારેક તો!

આંસુથી જે લખ્યો મેં  હતો ભીનો પત્ર !
એ તને પણ જો, વંચાશે ક્યારેક તો!

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment