Thursday, 3 November 2016

અછાંદસ

મળી છે મને
જિંદગી માં
બાવળ ની છાંયા
ના ઢંકાવ આખી
તડકે શેકાવ થોડી
જિંદગી માં 
હતી આવી....
સંબંધોની અધૂરી માયા.
બાવળ કેરા
એ શૂળ પણ સીધા
નથી અહીંયા કોઈએ
સંસ્કારોના મૂળ લીધા.
તડકા છાયા
જિંદગીનાં રંગ બદલતાં
મે પણ શોધ્યા
શાંતિના મારગ સીધા.
જયારે.....
વચ્ચમાં જીવન
જોલા ખાય
ત્યારે.....
હાથ માંગું ને...
હરી મળી જાય.

કાજલ કાંજિયા

No comments:

Post a Comment