Friday, 4 November 2016

ગઝલ

શ્યામ શરણ

રાધાના    નયનોમાં ઉભરાયો પ્રેમ નો દરિયો
અલી આટલા મોટા કાન ને કેમ કરી સંઘરીઓ

વાંસળી ના સુર મહી રાધાનો પ્રેમ છે  સમાયો
વ્રજ રજ કાલિન્દી ને ગોપીઓએ કૃષ્ણ થી કમાયો

કદંબના વૃક્ષ નું પાન પાન કેમ  ચડ્યું છે હિલોળે
છોગાળા જોને આજ રાસ મહી  ખીલ્યા  કળા સોળે

ગોકુળની શેરીઓમાં રેલાયા  આંધણ ના રેલા
ભાન ભૂલી ગાપીઓ ને ગ્વાલબાલ રાસ માં છે ઘેલા

ચિતડું તમે ચોરી લીધું કેમ કરીએ સંસાર ના ફેરા
રાત દિવસ સુજે નહિ રચ્યા કેવા પ્રેમ ના ઘેરા

ગોકુળની શેરીઓમાં શ્યામ હવે નહિ નીકળતા
વિરહની વેદના થી જુઓને હૈયા અમારા બળતા

રમતોમાં રીઝવીને તોડો છો અમારા અબોલા
રૂઝવી જાણો તો માનું આમ હર્દયે પડેલા ફરફોલા

જગના દુઃખોંને ઝેલી હૈયાને કર્યું છે આળું
વેદના ડોકાઈ નહિ આંખ ને હોઠો એ રાખો તાળું

માટલી ફોડી ને રસ્તો રોકો છો અણધારો
દ્રશ્ય અદ્રશ્ય ના ખેલ છોડો  પડે અમને અકારો

ઉરની હાટડી' હેમ' છલકે સંસાર વ્યવહારો ગ્રહી
શરણે લો શ્યામ હવે પકડી અમ બાવડી અનુગ્રહી

ડો.હેમેન્દ્ર જોશી

No comments:

Post a Comment