નવ પલ્લવિત..................
વર્ષોથી તારી ભીતર
મૂળિયા નાખીને અડિંગો જમાવનાર
ઉદાસીને મારું સરનામું આપ.
મારા આંગણામાં ઉછરી રહેલા
પ્રેમ અને આનંદના છોડ સાથે
એની કલમ કરી
કૃષ્ણએ વાવેલ પારિજાતની જેમ
એને એ રીતે વાવી દઉં કે
સમયાંતરે એના પર ખીલનાર
પ્રેમ અને લાગણીના બધા ફૂલ
તારા બગીચામાં ખરે.
તારી ચોતરફ ખીલેલ
પ્રેમ અને આનંદના ફૂલોને જોઇ
તારો માહ્યલો ખીલી ઉઠે.
ને
તને જોઇને હું.....
કાજલ ઠક્કર
No comments:
Post a Comment