*અછાંદસ*
હું સસ્તા અનાજ
ની દુકાને મળતા ચોખા
તું બાસમતી ની છે જાત..
પણ પ્રણય માં જોવે કોણ ઓકાત
હું ગરીબ દીકરીના
હાથ કેરી બંગડી,
તું અમીરી ના હાથ
ની સોના ની માઠ
પણ પ્રણય માં જોવે કોણ ઓકાત
હું અંધારી અમાસ
જેવું જીવન કહીલો
તું ખીલેલી પૂર્ણીમા ની રાત
પણ પ્રણય માં જોવે કોણ ઓકાત
હું વિધવા નો ચોક્કસ
સફેદ રંગ જેવો,
તું સંસાર ના રંગોની ભાત
પણ પ્રણય માં જોવે કોણ ઓકાત
હું આંખો માં રહેલો
પેલો ખારો આંસુ છું.
તું મીઠડો મોહક વરસાદ
પણ પ્રણયમાં જોવે કોણ ઓકાત
વિરલ દેસાઈ"પાગલ"
No comments:
Post a Comment