Friday, 4 November 2016

મોનોઈમેજ

કુહાડી જોઇ
કઠિયારાના હાથમાં
ઝાડની ડાળ પર
માળા ફફડી ઉઠયા
*
કઠિયારા સાથે
ગીતા પ્રવચનમાં જતા
કુહાડીના હાથાએ
એક દિવસ બળવો કર્યો,
“હું મારા વડીલનો વધ નહિ કરું.”
*
સત્યનારાયણ ફળતાં
ભારાના બમણા પૈસા મળ્યા,
કથા કરી પ્રસાદ લઇ
કઠિયારાએ કુહાડી
માળિયે ચઢાવી.
*
દશેરાના પૂજનમાં
કુહાડીનું પાનું ને હાથો
ઝગડી પડ્યાં
કઠિયારાને અપવાસ થયો.
*
બુઠ્ઠી જ રહેવા ઇચ્છતી
કુહાડી અને સરાણ વચ્ચે
કાયમ તણખા ઝરતા.
*
પરશુ,
કળયુગમાં કુહાડી બની-
પૃથ્વી ન-વૃક્ષી કરવા?

–કીર્તિકાન્ત પુરોહિત

No comments:

Post a Comment