હું - તું
હું - તું વચ્ચે આવી બેઠો ડેશ, ચાલને ભૂંસી દઈએ.
છે જે ખાલી જગ્યા આપણા બે વચ્ચે ચાલને થોડી ભરી દઈયે..
હુ તારો હાથ પકડુ ને તુ મારો હાથ પકડે..
ને હ્રદય વચ્ચેની તિરાડ ચાલને થોડી ભરી દઈયે
શું કામ તુ મૌન છો ખબર નથી મને ,
પણ થોડુ થોડૂ બોલીને ચાલને પાછુ મલકી લઈયે..
ક્યારે અંતિમ શ્વાસ લેશુ એ નક્કી નથી જ્યારે
તો ચાલને જુના જગડા ભૂલી ને પાછુ સાથે જીવી લઈયે..
નીતા કોટેચા " નિત્યા"
No comments:
Post a Comment