Friday, 4 November 2016

અછાંદસ

== પત્રિકા ==
નવાજીસ અર્થે
નવરસભર્યું નાગરવેલનું પાન
લીધું ને લગાડ્યો
ચાહતનો ચૂનો
કહેણનો કાથો
દાળ દરકારની
વરીયાળી સહકારની
લવલી લાગણીથી
સોપારી સવિનય સાથે ને
પત્રિકા મોકલી પાનની
પણ
એણે દયાહીન દાંતથી દબાવી
હવસના હોઠ થકી
પાશવી પિચકારી કરી
હજુ પછીતની ભીંત પર
લાલ ડાઘ અંકિત છે.

== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment