આંખ મિચકારી ખસીને જાય છે ક્યાં સાંજ એ ?
ના કહેવાનું કહીને જાય છે ક્યાં સાંજ એ.
રાહ નિરખી થાકુ ઊભી એકલી બારી ઉપર,
ઠેકડી મારી હસીને જાય છે ક્યાં સાંજ એ.
માણવા સંગાથ સમજાઉં સહજ પુચકારતી,
પ્રેમથી આગળ વહીને જાય છે ક્યાં સાંજ એ.
આપતી સૌગંધ આભે દીસતા એ ચાંદની,
રાતની આંખે વસીને જાય છે ક્યાં સાંજ એ.
દોડતી પાછળ બધા કામો મુકું હું વેગળા
ગાઢ વાદળમાં ભળીને જાય છે ક્યાં સાંજ એ.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment