ક્યાં લગ આવું ખટક્યા કરવું,
બોલ હૃદય શું કરવું તારું.
કોતરતા રહેશું તો શાયદ,
પથ્થરમાંથી શંકર થાશું.
ગઝલ ભજન કે ગરબા પઢજે,
આપો આપ થશે અજવાળું.
લોહી રેડ્યા છે સત ખાતર,
સહેલું ક્યાં છે ચારણ થાવું.
આ સપનું ક્યાંથી છટકી ગ્યું,
'મેઘ' હશે ચાદરમાં કાણું.
મેહુલ ગઢવી 'મેઘ'
No comments:
Post a Comment